STORYMIRROR

AMRUT GHAYAL

Classics

0  

AMRUT GHAYAL

Classics

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબ

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબ

1 min
317


હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,

ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,

તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,

હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,

ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,

ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,

હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics