STORYMIRROR

AMRUT GHAYAL

Classics

0  

AMRUT GHAYAL

Classics

સમય જાતાં બધું સહેવા હૃદય

સમય જાતાં બધું સહેવા હૃદય

1 min
418


સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે,

ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી,

હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે,

હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે,

છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’,

કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics