STORYMIRROR

AMRUT GHAYAL

Classics

0  

AMRUT GHAYAL

Classics

આજે કમાલ એની નિગાહો કરી ગઇ

આજે કમાલ એની નિગાહો કરી ગઇ

1 min
314


આજે કમાલ એની નિગાહો કરી ગઇ,              

આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.      

બેસી ગયું હ્રદય અને આશા મરી ગઇ, 

દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.          

મસ્તીભરી નિગાહ ગજબની હતી નિગાહ !     

પાણીને આગ આગને પાણી કરી ગઇ.           

નિરદય નિરાશા જિંદગીભર જીવતી રહી,      

આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.      

એ ભૂમિકા યે આવી ગઇ પ્રેમપંથમાં !             

નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ,      

આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.        

કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો, 

ક્યારે ન જાણે હાથથી રશ્મિ સરી ગઇ.           

એ દોસ્તી ભલા શું હતી, દુશ્મની હતી !          

બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.        

‘ઘાયલ’ ન ઓળખી શકી મારી નજર મને,     

કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ


Rate this content
Log in

Similar gujarati poem from Classics