STORYMIRROR

AMRUT GHAYAL

Classics

0  

AMRUT GHAYAL

Classics

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવ

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવ

1 min
880


દીલસાથી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,

હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.

મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,

નવાઈ છે તમોને શુન્યમાં સંસાર લાગે છે.

તમારે કાર્ય કઈ કરવુ નથી, કરવા નથી દેવુ,

દખલગીરી તમારી મિત્રો અત્યાચાર લાગે છે.

ભયંકરમાં ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,

મને અકસીરમાં અકસીર એ ઉપચાર લાગે છે.

નવાઈ છે દુઃખીમાં પણ દુઃખી છુ તોય પણ “ઘાયલ,”

મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics