STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હોય છે

હોય છે

1 min
378

માનવીને ઈશ્વરની ગરજ હોય છે,

એથીજ શબ્દોમાં અરજ હોય છે,


એની જરુરત છે કૈંક પામવાનીને,

બાકી ક્યાં યાદ એને ફરજ હોય છે!


ભૂલી જાય છે ઉપકાર ભગવંતના,

ભજીને મેળવવાનું પરત હોય છે,


નથી યાદ અહેસાન હરિનો એને,

બાકી ચૂકવવાનું એને કરજ હોય છે,


દુનિયાના માપદંડે મૂલવે છે પ્રભુને,

આખરે એનો ટૂંકો ગજ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational