STORYMIRROR

Dr.Sarita Tank

Romance

3  

Dr.Sarita Tank

Romance

હોવો જોઈએ

હોવો જોઈએ

1 min
23

પ્રણયનો પર્યાય હોવો જોઈએ.

ઈશ્વરનો આ ન્યાય હોવો જોઈએ.


ખાલી હાથથી મળેલા જીવને,

જીવવા ધબકાર હોવો જોઈએ.


દિલના તારો સાંકળીને વાટમાં,

રાહબરનો સાથ હોવો જોઈએ.


બે ઘડી થંભી વિસામો ગાળવા,

વાટમાં વ્હાલપનો ક્યારો જોઈએ.


હોય પથમાં જાળ, કાંટા-ઝાંખરા,

ફૂલોના બિછાવનારો જોઈએ.


દર્દની મહેફિલ મળે જો કોક'દી,

સહનશક્તિનો ક્યારો જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance