હોળી
હોળી
એમણે ઢોળી એક નજરને અમારી તો થઈ ગઈ હોળી..!
અમે તો હાથમાં ગુલાલ પકડીને ઊભા રહી ગયાં..!
મનડું ભીંજાયું અમારું એક સ્મિતમાં..!
રહ્યું સહ્યું ચિત્ત પણ એ જ લઈ ગયાં,
કરવા માગતાં હતાં જેને હું મારા પોતાના..!
'તું તો મારી જ છે' એ મને કહી ગયાં..
અને અમારા ગાલ આપમેળે ગુલાબી થઈ ગયાં.!

