હોળી
હોળી


તહેવાર છે આ રંગ બેરંગી,
ને ઉમંગથી ઉજવાય,
વર્ષોના હોય વેરઝેર પણ,
પળમાં વિસરાય જાય.
અબીલ ગુલાલના રંગો ઉડે,
ને પિચકારી હરખાય,
નાત જાતના ભેદ ભૂલી,
સૌ રંગોમાં રંગાય.
કાળા ધોળા સૌ કોઈ,
આજે રાતા રાતા થાય,
નાના મોટા સૌ કોઈ
આજે હરખમાં ના માય.
તહેવાર છે આ રંગ બેરંગી,
ને ઉમંગથી ઉજવાય,
વર્ષોના હોય વેરઝેર પણ,
પળમાં વિસરાય જાય.
અબીલ ગુલાલના રંગો ઉડે,
ને પિચકારી હરખાય,
નાત જાતના ભેદ ભૂલી,
સૌ રંગોમાં રંગાય.
કાળા ધોળા સૌ કોઈ,
આજે રાતા રાતા થાય,
નાના મોટા સૌ કોઈ
આજે હરખમાં ના માય.