હોલીનો રંગ
હોલીનો રંગ
રંગ એવો લગાવો કે કદી ઉતરે નહી,
સંગ એવો કરો કે છુટે નહી,
હોળી એવી પ્રગટાવજો કે અંહકાર બળે,
જીંદગી એવી જીવો કે લોકો યાદ કરે.
દિલને લાગણીનો,
જીભને સાચી વાણીનો,
મનને સારુ વિચારવાનો,
આંખોને સારુ જોવાનો,
રંગ એવો લગાવો કે કદી ઉતરે નહી,
જીવન સંસારમા પ્રભુભક્તિનો,
તનમનને આંનદમાં રહેવાનો,
બાળકોને વડીલોની સેવાનો,
નેતાઓને દેશપ્રેમનો,
જનતાને દેશભક્તિનો,
હોળીમા ગુલાબી ગાલો પર ગુલાલનો,
મારા ચાહકોને મૃદુલ કવિતાનો,
રંગ એવો લગાવો કે કદી ઉતરે નહી.
