STORYMIRROR

Nisha Shah

Inspirational

3  

Nisha Shah

Inspirational

હો રંગ બરસે

હો રંગ બરસે

1 min
216

હોળી આવી રે આવી લાવી રંગોની ઝોળી 

સાથે લાવી રે મસ્તીખોરોની ટોળી

સરરર સરરર રંગ બરસે !

ભરી રે પિચકારી મેં આજ સપ્તરંગથી

તારી પાઘલડીએ લાગશે નોખો શ્વેત રંગ

હો રંગ બરસે ! 


હથેળીમાં લઈ આવી પીળો ચટક રંગ

સંભાળ તારા ગાલ આ તો વાસંતી રંગ

હો રંગ બરસે !

ચપટીથી ભર્યો લીલો રંગ ઝુલ્ફોમાં તારી

ભરી લે મનમાં આનંદે આ ઉમંગી રંગ

હો રંગ બરસે !


મૂઠ્ઠી ભરી લાલ રંગથી આવી સંતાડતી

રંગુ તારા ભાલને જીવન બનાવું ગુલાબી

હો રંગ બરસે !

શુરો છું હું લાવ્યો જો કેસરીયો રંગ 

બાંધીને આવ્યો હું કટિએ પોટલી 

હો રંગ બરસે !


ના ના ના ના ના જારે નટખટ !

હે મોરપિંછાળો આવ્યો રે લઈ વાદળી રંગ

હવે ભીંજાય મારું અંગેઅંગ છૂટે ના આ રંગ

સરરર સરરર રંગ બરસે !


આ તો મારાચિત્તડાનો ચોર

હોળીના રંગે થઈ હું ગુલતાન

રંગોનો જાદુ ભૂલાવે રે ભાન 

મનનો માણીગર રંગી ગયો મન હરી ગયો

 સરરર સરરર રંગ બરસે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational