હળવાશ ૪૧
હળવાશ ૪૧
આજ દિલમાં તુજ મિલનની આશ છે.
વિહરવાને આ ખુલ્લું આકાશ છે.
આગમનનાં કાંઇ ઈશારા મળ્યા
જો તું આવી જાય તો હળવાશ છે.
આભના તારા હું લાવી શું કરું
તું ન આવી દિલ ઘણું નિરાશ છે.
આજ સળગ્યો પ્રિયના વિરહે નક્કી
સૂર્યમાં તેથી ઘણી લાલાશ છે.
લાશ કિનારે જ આવીને તરે
આ દરિયામાં અજબ ખારાશ છે.

