Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KANAKSINH THAKOR

Inspirational

3  

KANAKSINH THAKOR

Inspirational

હિંદમાતા ચોધાર રડે‌ છે

હિંદમાતા ચોધાર રડે‌ છે

1 min
210


દોસ્ત આજ મારી હિંદમાતા ચોધાર રડે‌ છે

મારા દીકરાઓ અંદરો અંદર કેમ લડે છે ?


નિર્બળ અને નિર્ધનનું જીવન બન્યું નરક

પોતાનાંને આજે પોતાનાં જ કેમ નડે છે ?


આજ માનવ જ માનવનો બન્યો દુશ્મન

આજ માનવ માનવની સામે કેમ પડે છે ?


મારા સંતાનો આજે ભૂખથી મરી રહ્યા છે

તમારા ગોડાઉનમાં અનાજ કેમ સડે છે ?


માનવતા, દયા આજ સાવ મરી પરવારી છે

પૈસા માટે મડદાંની સીડી બનાવી કેમ ચડે છે ?


પોતાનાને જન્મ આપી દુનિયા બતાવી જેણે

એ મા-બાપને લોકો આમ કેમ તરછોડે છે ?


બધાને કરવું છે રાજ આ જગત પર આજ

નાની વાતમાં લડાઈને શસ્ત્રો કેમ બતાડે છે ?


દોસ્ત આજ મારી હિંદમાતા ચોધાર રડે‌ છે

મારા દીકરાઓ અંદરો અંદર કેમ લડે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational