હેતે અર્પું હું ફૂલછાબ
હેતે અર્પું હું ફૂલછાબ


ખળખળ વહેતાં ઝરણાં અમે,
તમે પિતાજી પહાડ,
જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,
દઈ સાવજસી દહાડ,
કે હેતે અર્પું હું ફૂલછાબ.
પવન તમે ને માત ફૂલડું,
મળી આંગણે વસંત,
રૂક્ષ દીસતા ચહેરા ભલે,
હસી ખુશીના સંગ,
હૈયે જડીયા મોટા ખ્વાબ,
કે હેતે અર્પું હું ફૂલછાબ.
તિમિર વેદના વેઠી ઉરે,
ધરી સુખની છાંય,
થઈ ગયા મોટા અમે કેમના,
ન જાણ્યું કદી જદુરાય,
દેવ પ્રગટ તમે છો તાત !
કે હેતે અર્પું હું ફૂલછાબ
ઘરઘર ઉજળા તમથી મોભી,
ગદગદ લાગુંજ પાય,
ચક્ષુ અમારા ચરણો ધૂએ,
સમરું સ્નેહ તણા એ દાન,
ગાજે મન અંબરે રૂઆબ !
કે હેતે અર્પું હું ફૂલછાબ.