STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

હેલી

હેલી

1 min
39


અનરાધાર મેહ વરસ્યો આજ આસમાન 

છવાઈ કાલિમા કલિંદ થયા કોપાયમાન,


ઠાલવ્યો વાદળે ધરતી પર રત્નાકર પૂરો 

શ્યામ ઘન ગગન ગરજે ભૂલી રંગ ભૂરો,


ઝબકી વીજળી ક્યાંક આભલે ગડગડાટ 

ભર્યા વારિ ખાટલે જેમ અરિ વાળ્યો દાટ,


ઘર ડૂબ્યા તરસે મર્યા માટલા જલ બિન 

વરસ્યા ઇન્દ્ર એટલા મેઘો થયો દયા હિન,


પથ બન્યા સરિતા સમ નદી બની જલધિ,

સૂતેલા જોઈ સૂર્ય અંધારે ઉલેચાયા ઉદધિ,


બિન આગ ઠર્યા ચૂલા ભૂખ્યા સુતા ભૂલકા 

તણાયા કિનારા કૂવે તળાવે હવાથી હલકા,


થરથર ધ્રૂજયા જન માલ મહેલો જોઈ હેલી 

જળસ્થળ થ્યા એકરસ શ્રાવણે ઉજાળી એલી,


અનરાધાર મેહ વરસ્યો આજ આસમાન

ઉકળે દિલ ઉત્પાતે છતાં શૂન્ય તાપમાન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract