હે પ્રભુ (પ્રાર્થના)
હે પ્રભુ (પ્રાર્થના)
હરતાં ને ફરતાં, બોલતાં વિચારતાં
ન જાણું હું, શી મેં ભૂલો કરી..
વિનંતી કરું છું, મારાં હે પ્રભુ..
જાણી અજાણી મુંજ ભૂલોને તમ ક્ષમા કરીને...
અંધારી રાહોમાં જ્યોતિ બની,
મુંજ મનમાં શાંતિ પ્રગટાવજો ..
ને ભટકી જો જાઉં તુંજ માર્ગોથી હું,
તો તમ દયાથી મુંજને તેડજો તમારે દ્વાર..
ધરી રાખજો મુંજને,તમ કૃપામાં,
ને સંઘર્ષોના વિકટ સમય, તમે નિકટ રહેજો સદા મારી..
હે પ્રભુ નિકટ રહેજો સદા મારી.. !
