હે ક્રિષ્ના
હે ક્રિષ્ના


હે ક્રિષ્ના, તારી વાંસળીના એવા તે સૂર તું છોડ
આ દુનિયા આખી ચૂકવે એ સૂરના હર મોલ
હે ક્રિષ્ના...
પાપ અને દુરાચાર થઈ જાય હંમેશા દૂર
લાગી જાય સૌના મનડા તારી ભક્તિને સૂર
હે ક્રિષ્ના...
ચોરી અને જૂઠ એ તો ખોટા રે તુત
છોડી આ રસ્તા સૌમાં જાગે સત્યનાં નૂર
હે ક્રિષ્ના...
વિખૂટા પડવાથી મળે નહીં કોઈ સુખ રે ક્યાંય
એ તો જાતે જ ખોદેલા છે દુઃખ એ સમજાય
હે ક્રિષ્ના...
ગાય અને વૃક્ષો તો દેવતા સમાન માત
એના વિના જગમાં હરેક કામ અધૂરાં રે જાણ
હે ક્રિષ્ના...