હે જનાર્દન
હે જનાર્દન
પ્રભુ ભારતના નિર્બળ નેતાને હટાવવા આવજો,
પ્રભુ ભ્રષ્ટાચારી ને હણવા સુદર્શન હાથ ધરજો.
લોકોના લોહી ચૂસી, મોજ માણનારા ને મારજો,
જોઈ લો પ્રભુ દેશના હાલ હવે તો કૃપા કરજો.
વીજ, રસ્તા, વિમાનઅડ્ડા, તમે હાથમાં ધરજો,
વૃદ્ધ બનેલા નેતાને નિવૃત્ત કરી પેન્શન આપજો.
ઠેર ઠેર થતાં ભ્રષ્ટાચારને તમે આવીને નાથજો,
ભાવ ઊંચા આસમાને ગયા તે નીચા લાવજો.
આ કાગળનું ચલણ ખેંચી અને તમારું છાપજો,
દ્વારામતી આવી ગાદી સંભાળી રાજવી બનજો.
રૈયત ખૂબ દુઃખી છે હે જનાર્દન દુઃખને ટાળજો,
અશ્લીલ ચિત્રો બંધ કરાવી, રાસલીલા રચજો.
સાંભળવો છે વેણુનાદ પ્રભુ છત્રીસ સૂર છેડજો,
'વિપ્ર' તણી પ્રાર્થના રાષ્ટ્રને મહાસત્તા આપજો.
