હે ઈશ્વર
હે ઈશ્વર
હે ઈશ્વર તારામાંય કોઈક કમી ખરી,
નહીં તો આમ તારી આ પૃથ્વી ઢળી કદી !
શક્તિ વિપુલ તારી એળે પડી,
જોઈને આ બધું બળે ખરી ?
સઘળા પ્રાર્થે તોએ તું ક્યમ ચૂપ રહે ?
માણસ નથી માટે તને ક્યાં કંઈ બળે !
તું પણ ભલે જગતનો નાથ રહ્યો,
પણ ઐશ્વર્ય તારી હવે ખરી પડી.
દ્વાપર સતી યુગમાં કેવા ગુલ ખવડાવ્યા,
સાચો હોય તો આવ હવે અહીંયા.
ગીતામાં ઘણા ગોળ ગોળ ઘુમાવી,
મહાનતા તોએ જૂઠી મેળવી.
હજુયે તું ઈચ્છે છે શ્રદ્ધા,
તો કર નોંધારા માનવીની રક્ષા,
નથી રહ્યું હવે એટલું પણ સામર્થ્ય તુજમાં,
અરે ભગવાન તરીકે તારી ધૂળ પણ હવે સડી.
એટલું યાદ રાખજે તું ભગવાન આજે ભાવેશ કહે,
કોઈ રડતા માનવની આશા અધૂરી રહી !
તો તારી શેષ થોડી આસ્થાય સમજજે હવે જળમાં ડૂબી.
