હે ભવાની માત
હે ભવાની માત
હે ભવાની માત તું તો શક્તિ છે,
જિંદગીભર કરવી તારી ભક્તિ છે,
હું કરું ઉપાસના તારી છતાં,
મોહમાં શાને મને આસક્તિ છે ?
લાખ ચોર્યાસી ફરી ફેરા ઘણાં,
પામવી મારે હવે તો મુક્તિ છે,
સૌ મળી આરાધના કરશું અમે,
પામવી બસ રાગથી વિરક્તિ છે,
આપજે આશિષ મને ઓ માત તું,
રોજ ગાતી "ગીત" આ એક ઉક્તિ છે.
