STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હૈયું કોઈનું તોડવું નથી

હૈયું કોઈનું તોડવું નથી

1 min
353

વાત વાતમાં કોઈ સાથે લડવું નથી,

ખોટી પળોજણમાં મારે પડવું નથી,


કોઈના ચહેરાનું સ્મિત બની રહેવું છે,

કોઈનું આંસુ થઈને મારે દડવું નથી,


પહાડ માફક મજબૂત બનવું મારે,

નાની નાની વાતોમાં મારે રડવું નથી,


સમાઈ જવું છે તારી ધડકન બની,

જગમાં બીજા કોઈને મારે મળવું નથી,


મીઠી જબાનથી દિલ મારે જીતવું છે,

દિલ દુ:ખે કોઈનું એવું કડવું બોલવું નથી,


મહોબત, ધન દૌલતની મહોતાજ નથી,

ખેમનું ધન મારે ત્રાજવે તોલવું નથી,


બસ પ્રેમનો પ્રતિસાદ મારે આપવો છે,

પ્રેમથી છલોછલ હૈયું કોઈનું તોડવું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational