STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance Others

4  

Ramesh Patel (Aakashdeep)

Romance Others

હૈયે વસંત આજ ટહુકે

હૈયે વસંત આજ ટહુકે

1 min
405

મંજુલ મંજુલ મંજરીઓ મહેંકે

હૈયે વસંત આજ ટહુકે

સહિયર, હાલો વગડો ઝીલવા જઈએ,


નટખટ વાસંતી વાયરા

ફાગણના ફાગ છે શાયરા

વનપરી ધરે ઉલ્લાસ છાબડી

સહિયર, હાલો વગડો ઝીલવા જઈએ,


મઘમઘ ફૂલોનાં ઓવારણાં

ઉપવને કલરવનાં ઝૂલણાં

ઋતુરાજે ભર્યા રતુંબલ દરબાર

સહિયર, હાલો વગડો ઝીલવા જઈએ,


મલકંત મોસમ સાજન

ફૂલદોલે ઝૂલે જોબન

ના કહીએ રે કોઈ મને કનડે

સહિયર, હાલો વગડો ઝીલવા જઈએ,


ઢમઢમ વાગ્યા વસંતના રે ઢોલ

વ્હાલા લાગે વાલમના રે બોલ

સહિયર, હાલો વગડો ઝીલવા જઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance