હૈયે રચી એવી અમે ભાત છે
હૈયે રચી એવી અમે ભાત છે
ઉજાસ ફેલાવવા તમારા જીવનમાં,
ખુદ બાળી અમે અમારી જાત છે,
વિતાવી રાત અમે વેદનાભરી,
જોને થઈ સોનેરી પ્રભાત છે !
કાફિયા, છંદ, રદિફ લીધા અમે,
ગઝલમાં રજૂ કરવી દિલની વાત છે,
કોઈ ચિંતા કોઈ ફિકર નથી,
સાથ અમારી જગતનો તાત છે,
અમાસ જેવી રાતો વીતી ગઈ,
આજે ચાંદ તારાઓ ભરી રાત છે,
સફળતા માટે કર્યા પ્રયત્નો પારાવાર છે,
મહેફિલમાં બધાના હોઠે અમારી વાત છે,
ગેરહાજરીમાં પણ પ્રશંસા થાય છે અમારી,
લોકોના હૈયે રચી એવી અમે ભાત છે,
દુશ્મનોને પણ પ્રેમથી અમે દોસ્ત બનાવ્યા,
એવી મોટી અમારી મનની મિરાત છે,
લોકોએ પાથર્યા કંટક અમારી રાહોમાં,
એની રાહમાં કરી અમે ફૂલોની બિછાત છે.
