STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

હાથમાં હાથ તારો

હાથમાં હાથ તારો

1 min
247

ચાહતની મુશ્કેલ રાહમાં છે હાથમાં હાથ તારો,
આપણાં પ્રેમની ઈબાદતમાં છે સદા સાથ તારો !!

ભલે અટવાયું ભાગ્ય જમાનાની ભીડમાં જન્મોથી,
મારા હાથની હસ્તરેખાઓમાં છે સદા વાસ તારો !!

હસીન ચહેરાઓનાં જંગલમાં અનંત યુગોથી,
મારી નજરમાં રહ્યો છે ચહેરો એક ખાસ તારો !!

તારા હાથનો સુંવાળો સ્પર્શ કરે છે આ કેવો જાદુ,
ઉતરી જાય છે તેથી કદાચ, જન્મોનો થાક મારો !!

ઈંતજારની અનેરી હદ હતી ખુલી પાંપણોમાં,
કહો તો તમે, પ્રેમ કરવામાં હતો શુ વાંક મારો !!

મારી અનંત અપેક્ષાઓ ને તારા લંબાયેલા હાથ,
એ હાથમાં જ દેખાયો છે મને હળવો હાશકારો !!

આ 'પરમ' સાથ તારો ને હાથમાં છે હાથ આપણા,
'પાગલ' કરી ગયો મને નસ નસમાં વ્યાપ તારો !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance