STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

હાસ્ય તો રાખવાનું

હાસ્ય તો રાખવાનું

1 min
26.7K


સદા ચ્હેરા પર હાસ્ય તો રાખવાનું,

બધા દર્દ ભૂલી જીવન માણવાનું.


જીવન કેવું જીવે છે આજે ગરીબો,

જરા એમના ઘર જઈ જાણવાનું.


સમય ઓળખી ચાલજો રોજ મિત્રો,

અહીં સાથ કોઈ નથી આપવાનું.


ભલે બોલબાલા થતી જૂઠની બહુ,

સદા સત્યના માર્ગ પર ચાલવાનું.


નયનથી કરે છે એ ઈશારા કાયમ,

શું એનુંય દિલ થાય છે ચાહવાનું?


લે તડકો ને આપે છે છાંયા બધાને,

કરે મન સદા વૃક્ષને ચૂમવાનું.


કરી દીધી મેં તો બધી દિલની વાતો,

તને મન નથી થાતું દિલ ખોલવાનું!


તરફદારી છોને કરો બહુ મગજની,

કદી દિલનું સાંભળતા પણ શીખવાનું.


ગઝલ જિંદગાની છે 'ધબકાર' માટે,

જરા એના જીવનમાં પણ ઝાંખવાનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational