હાલત
હાલત
કહી શકાય તો કોને કહેવાય હાલત પુરુષની,
પોતાનું વિચારવું, નથી હોતી આદત પુરુષની,
ધરાવે છે એ ફૂલથી કોમળ હૃદય છતાં પણ,
પથ્થર દિલ હોવાની પડી ગઈ ભાત, પુરૂષની !
કિસ્સાઓ પ્રચલિત છે દીકરીઓનાં ત્યાગનાં,
કરે છે કોણ અહીં બલિદાનની વાત, પુરૂષની,
નથી ધરાવતો કોઈ શોખ ઊંચા, સરળ રહ્યો,
થોડી શાંતિની ઈચ્છા ધરાવતી જાત, પુરૂષની,
નવાં પડકારો, નવી આફતો ઊગી જતી રોજ,
એથી કદી જ ઢળતી નથી હોતી રાત, પુરૂષની !
