હા હું શિક્ષક
હા હું શિક્ષક


હા હું છું એક શિક્ષક,
જ્ઞાનનું ભાથુ પીરસતો શિક્ષક,
અજ્ઞાનતાને દૂર કરી હું જ્ઞાન જયોતિ પ્રગટાવું,
નાત જાતના ભેદ ત્યજીને જ્ઞાન ગંગોત્રી વહાવું,
બાળ દવોની પૂજા કરી હું આશિષ એમના પાઉં,
ગીત સંગીતના તાલે હું નીત નવું શીખવાડું,
શાળાને કર્મભૂમિ બનાવી સત્કર્મ કરતો જાઉં,
બાળ મૂંઝવણોને હૈયે ધરી ઉકેલ એનો લાઉં,
માથાભારે બાળકને હું પ્રેમની સોટી મારું,
એને સરળ બનાવવા હું સમજણનાં બાણ મારું,
સૌ બાળકને મારું જાણી હૂંફથી એને ઠારું,
સદૃમાર્ગ પર ચાલે એવા ચીલે એને ઢાળું.