STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

હા! હું નાર નવેલી છું

હા! હું નાર નવેલી છું

1 min
550

નાજુક નમણી નાર છું,

સમય આવ્યે ધારદાર વાર છું,

અબળા છું એ વાત પુરાણી,

જીવનયુદ્ધે જબરી વિરાંગના છું.


દોડી દોડીને હાંફી જતાં જીવને,

પ્રાણવાયુ પૂરતી વિસામાની ઘડી છું.

અજમાવાઇ ચૂકી છું હરબાર,

હા! હું આગ વચ્ચે અથડાતી સીતા છું.


એક સિસકારો છું, એક સ્મિત છું,

અનેક આંસુ વચ્ચે ખનકતું હાસ્ય છું.

પરવાહની કામના વચ્ચે,

બની ખુદ હવે પહાડ છું.


સમય પ્રવાહે,

સવરી, સમજી, સશક્ત થઈ,

છતાં નાજુક નમણી નાર છું,

નજાકતભર્યુ નાયાબ નજરાણું છું.


થોડામાં ઘણું ઘણું છું,

હા! હું આદમની ઇવ છું,

જગ સર્જનની હરબાર એક આશ છું,

હા! હું નાર નવેલી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational