ગુરુવંદના
ગુરુવંદના
જીવનપથને ઉજ્જવળ બનાવે
જો ગુરુનું યોગ્ય માર્ગદર્શન મળે,
ઋષિ પરંપરા સનાતન ધર્મમાં
ગુરુવંદના પ્રાતઃ સ્મરણમાં,
યોગ્ય ગુરુનું યોગ્ય શિક્ષણ
શિષ્યોનું જીવન સાર્થક,
ઈશ્વર સમકક્ષ યોગ્ય સદગુરુ
સદગુરુ થકી જ્ઞાન વધુ,
શિક્ષણ કાર્યમાં કાર્યરત વધુ
શિક્ષક બનાવે કુશળ અર્જુન,
વંદના ગુરુની આજ કરીએ
પૂર્વનું ઋણ ચૂકવી શકીએ.
