ગુરુને વિનંતી
ગુરુને વિનંતી
ગુરુ ચરણમાં સ્થાપજો,
વંદન મુજબ સ્વીકારજો.
સન્મુખ છો સાકાર જો,
માતા થઈ નિરાકાર જો.
બુદ્ધિ એવી આપજો,
જપીએ સદાયે જાપ જો.
ચિંતન એવું આપજો,
નવ રહે સ્મરણનું માપ જો.
બંધન નડતાં કાપજો,
શમાવી જગના તાપ જો.
હૈયું નિર્મળ રાખજો,
મનમાં રહે ના તાપ જો.
અંતર એવું આપજો,
કરુણા વહે અપાર જો.
સદાય સેવા કાર્યો કાજે,
આવીને તક આપજો.
ભવસાગરમાં ભૂલી પડું તો,
આવી મુજને તારજો,
ગુરુ ચરણમાં સ્થાપજો,
વંદન મુજબ સ્વીકારજો.
