STORYMIRROR

Arjun Gadhiya

Classics

3  

Arjun Gadhiya

Classics

સોમનાથનો રખવાળો...

સોમનાથનો રખવાળો...

1 min
497


હે જી તું સોમયાને કાજ લડ્યો રે,

હમીર તું તો સોમનાથનો રખવાળો…


હે જી મુગલ સૈના ઉતરી આવી ‘તી,

હે જી સોમનાથ ભાંગવાને કાજ રે,

હે જી તે દી તું ઢાલ ભોળાની બન્યો રે,

હમીર તું તો સોમનાથનો રખવાળો…


હે જી તે દી ભક્તિ હતી ઘણી પણ,

હે જી નહોતી લોહીમાં ગરમી રે,

હે જી તે દી તું રમવાને ધીંગાણા હાલ્યો રે,

હમીર તું તો સોમનાથનો રખવાળો…


હે જી તારા માથા પડ્યા રણ મેદાને,

હે જી ધડે તે દી સાચવ્યા ‘તા ધરમ રે,

હે જી તે દી તું પાળિયો થઈ પુજાયો રે,

હમીર તું તો સોમનાથનો રખવાળો…


હે જી ‘અર્જુન’ નો રખવાળો રે,

હે જી છે સોમનાથ દાદો રે,

હે જી તે દી તું એનો રક્ષણહારો રે,

હમીર તું તો સોમનાથનો રખવાળો…


Rate this content
Log in

Similar gujarati poem from Classics