STORYMIRROR

Deepak Trivedi

Classics

3  

Deepak Trivedi

Classics

કુંવારા મનનું ગીત

કુંવારા મનનું ગીત

1 min
28.4K




માઝમ - રાતે પંખો ફૂટી

પાંખો રાતીચોળ .... બોલે ટીટોડો!

ગામ સફાળું હાલક - ડોલક

પાદર ગોળ - મટોળ ... બોલે ટીટોડો!


સવ્વામણના ગીત ઉઘલે

ગીતો ઝાકમઝોળ ... બોલે ટીટોડો!

એક હથેળી - કાંઠા ઉપર

ફરે નહિ ચકડોળ ... બોલે ટીટોડો!


જળમાંથી જળ પાંગરતું

કૈં જળમાં હું તરબોળ ... બોલે ટીટોડો!

પાંચ વાંભના પૂતળાં જેવો

દરિયો ડામાડોળ ... બોલે ટીટોડો!


ઠેબાં ખાતો ઘૂમરાતો ભૈ

ઘરમાંથી વંટોળ .... બોલે ટીટોડો!

ફૂલગુલાબી સપના સાજણ

આંખોમાં ઝબકોળ ... બોલે ટીટોડો!


જરા આંખના પલકારામાં

ચડી ગયો મચકોડ .... બોલે ટીટોડો!

માઝમ - રાતે પંખો ફૂટી

પાંખો રાતી ચોળ .... બોલે ટીટોડો!


Rate this content
Log in

Similar gujarati poem from Classics