STORYMIRROR

VIVEK NAYI

Children Classics

3.3  

VIVEK NAYI

Children Classics

મારી નિશાળ

મારી નિશાળ

1 min
4.5K


નિશાળમાં રે મારી નિશાળમાં રે

ચાલી જ્ઞાન કેરી ગાડી નિશાળમાં

નિશાળમાં રે . . .


પેન અને સ્લેટ લઇ નિશાળમાં દોડતાં,

ભાઈબંધ ભેગા થઈ હરખથી ભેટતાં,

હે... લેતા ભણતરનાં પાઠ સૌ ઉમંગમાં રે

નિશાળમાં રે . . .


કક્કા બારાખડી મોટેથી બોલતાં,

કવિતાને ગાન સુણી મનભરી ડોલતાં,

હે... સુણી આવી જતા રંગમાં રે

નિશાળમાં રે . . .


બાળકોનાં રૂપમાં કુદરત સાક્ષાત છે,

બાળકનાં સ્મિત સામે સઘળું બાકાત છે,

હે... મારા અંતરની મોજ અંગ અંગમાં રે

નિશાળમાં રે . . .


Rate this content
Log in

Similar gujarati poem from Children