STORYMIRROR

Hiral Gohil

Classics Drama

3  

Hiral Gohil

Classics Drama

દાદા ની વાત

દાદા ની વાત

1 min
28.4K


હાથ ડંગોરો, આંખે ચશ્માં, ને પાટીની એક ખાટ.....

બારી પાસે બેસે આ એજ મારા દાદ,


ખિસ્સામાં હોય એક લખોટી, ને પીપર ખાટીમીઠી.....

લલચાવે સૌને કાજ આ એજ મારા દાદ,


રાત પડે એટલે થઈ ગ્યું સૌનું ટાણું.....

વાર્તા રે વાર્તા કહેવાનું દરરોજ નું બંધાણુ,


ટીનુ, મીનું, સાનુ, લાલુ, ને બબલુ તો બારેમાસ.....

યાદ આવે એ નામ થી કરતા અમને સાદ,


ચાંદ, સુરજ ને તારા, એ સૌ સહેલાણી આવે ને જાય......

વાત કરે એ ઢંગથી જાણે ત્યાં જ પહોંચી જવાય,


જંગલ, પર્વત, પાણી, સઘળાં એ પશુ-પક્ષી ને ક્યારેક હું.....

ચણી લે અમનેય વાતમાં એ મીઠા છળ થી,


સઘળુંયે લાગતું સાચ્ચું અમને, ભૂત-પલીત ને જાદુ.....

ખાનગી રાખે એ વાત કે અંત માં શું થાતું,


હસતાં રમતાં વાતો કરતા સમજાવે સઘળો સાર......

શિખામણ મારી આ તું વાળજે એની ગાંઠ,


ડરપોક જો કોઈ ભોલ્યો થાય વચે જો તરસ્યો.....

કરે વાત એવી કે બની જાય એ તો બળવો,


પછી રાતની રાણી આવે ને નિંદ્રા લાવે તાણી .......

અધખુલ્લી આંખોમાં સપનાઓને આંજી,


સમજુ દાદા કળી લે આ ને કહી આમ કરતા વાત ને પુરી....

‘મારી વાત મોટી ને ગોખલામાં ગોટી’.


Rate this content
Log in

Similar gujarati poem from Classics