STORYMIRROR

Hiral Gohil

Drama Inspirational

3  

Hiral Gohil

Drama Inspirational

થોડો તું , થોડી હું

થોડો તું , થોડી હું

1 min
27.2K


તૂટેલાં પાનાં વાળા થોડા પુસ્તકો, ખાલી થયેલી થોડી બરણીઓ,

થોડો તું, થોડી હું, ને થોડા આપણે બધાં..............

ચકાસી લઇએ અંતરનાં દ્વારો.


વર્ષો થી માળીયે ચડાવેલા કેટલાય સંબંધો, એકાદ-બે તૂટેલાં શબ્દો,

ઘરડાં થયેલા ઢાંકણો, અને વાંકા- ચૂંકા બે -ચાર વચનો,

ભૂલી ને સઘળાં વાદ-વિવાદ, તું સંભાળી ને રાખ આ બધું

થોડો તું, થોડી હું, ને થોડા આપણે બધાં...............

ચકાસી લઇએ અંતરનાં દ્વારો.


તૂટી ગયેલા કપની સાથે ઢોળાય ગયેલી કેટલીય તકો,

વિખરાઈ ગયેલા કેટલાંય સ્વપ્નો, ખીલીએ ટાંગેલાં જૂનાં ખ્યાલો,

ખંખેરી ને સઘળી નિરાશા, તું થેલો ભરી ને રાખ બધી આશાઓ,

થોડો તું, થોડી હું, ને થોડા આપણે બધાં .............

ચકાસી લઇએ અંતરનાં દ્વારો.


અપવાદોના એક પોટલાંમાંથી, ખરી પડ્યા સવાલો,

ધરી ને થોડી ધીર ગોતી લે જવાબો, એમાં બાદ કરીને અફવાઓ,

બાંધી ને એની ગાંઠ સરખી, તું પ્રગટાવ જ્ઞાનનો દીવો,

થોડો તું, થોડી હું, ને થોડા આપણે બધાં..............

ચકાસી લઇએ અંતરનાં દ્વારો.


ખાલી પડેલાં ઘર માં, મન ના કોઈ ખૂણે જર્જરિત થયેલી યાદો

બચ્યાં-કુચ્યાં સંસ્મરણો, ને આનંદની એ સુંદર ક્ષણો,

હવે આવી ગઈ દિવાળી, તું રંગાવ ને બધી દિવાલો,

થોડો તું, થોડી હું, ને થોડા આપણે બધાં...............

ચકાસી લઇએ અંતરનાં દ્વારો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama