STORYMIRROR

Arjun Gadhiya

Classics Inspirational

3  

Arjun Gadhiya

Classics Inspirational

ભેરૂ ભેળાં રહીએ...

ભેરૂ ભેળાં રહીએ...

1 min
264


ભેરૂ ભેળાં રહીએ જીવનમાં,

ભેરૂ ભેળાં રહીએ…


ભેરૂ ભેળાં ભમીએ જીવનમાં,

ભેરૂ ભેળાં ભમીએ…


ભેરૂ મળે ત્યાં બેસી રે જઈએ,

દિલ હળવાં કરીએ જીવનમાં,

ભેરૂ ભેળાં રહીએ…


ભેરૂના ખભ્ભે હાથ રે રાખીએ,

મારગ એમ કાપીએ જીવનમાં,

ભેરૂ ભેળાં રહીએ…


મુશ્કેલીમાં સાથ રે આપીએ,

સંકટને હરાવીએ જીવનમાં,

ભેરૂ ભેળાં રહીએ…


ભરોસાને ન કદીએ ભાંગીએ,

વાતો વિશ્વાસની રાખીએ જીવનમાં,

ભેરૂ ભેળાં રહીએ…


‘અર્જુન’ સંસારને સાગર જાણીએ,

ભેરૂને કિનારો જાણીએ જીવનમાં,

ભેરૂ ભેળાં રહીએ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics