STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama

3  

Chaitanya Joshi

Classics Drama

ઈતિહાસ

ઈતિહાસ

1 min
27.7K


ભૂતકાળની ઘટનાઓનો ચિતાર આપે છે ઈતિહાસ,

જાણે કે વર્તમાનને આવકારી બોલાવે છે ઈતિહાસ,


આમ જુઓ તો સમય બદલાયાની વાત કહેનારો,

પ્રયત્ન અને ભૂલ દ્વારા સૌને શીખવે છે ઈતિહાસ,


માનવમનનો જબરદસ્ત અભ્યાસ એના પાનેપાને,

પુનરાવર્તન અને પરિવર્તનની વાત કહે છે ઈતિહાસ,


સાંપ્રત માટે બની જાય છે માર્ગદર્શન આપનારો એ,

ભાવિની રુપરેખામાં સહાયક કેવો બને છે ઈતિહાસ,


અનુભવ અમૃત પીરસે છે પ્રત્યેકને ડોકિયું કરે જ્યાં,

હરકોઈને બંધબેસતો કેવો આખરે આવે છે ઈતિહાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics