ગુરુદક્ષિણા
ગુરુદક્ષિણા


પુષ્પને ખિલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે,
એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે,
વેલને વધવા સહારાની જરૂર હોય છે,
પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે,
આમ તો સંસાર ચાલ્યા જ કરે છે !
બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરુની જરૂર હોય છે,
અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે,
જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે,
સઘળું દીઠું છે આ જગમાં જાણીને,
'ગુરુદક્ષિણા' અંતરમનથી દે એ ભાવની જરૂર હોય છે,
ગુરુદ્રોણ હજી પણ ક્યાંક અહીંતહીં જ છે,
બસ એને પામવા એક્લવ્ય જેવા શિષ્યની જરૂર હોય છે.