STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

ગુર્જર રતનધરા

ગુર્જર રતનધરા

1 min
186

સાહિત્યની સફરમાં કરું છું સફર,

સાહિત્યજગે શિરોમણિ કવિવર.


દીઠાં મેં જાણે મારા ને દુનિયા રંગઢંગ,

એણે મા બની પાથર્યા મુજ કાજ અંક.


સાહિત્યરસગાગરે કર્યું રસપાન અપાર,

લાગી ધૂન અેવી જાણે મેં પીધો અભંગ.


સાહિત્ય પગથિયે લગાવી છે બેઠક,

કરશું શબ્દસાધના લણશું અમીપાક.


આશા કરું પૃષ્ઠે બની ન રહે જ શાહી,

અખિલજગે કરે એ ફરમાન બાદશાહી !


ગુર્જર રતનધરા એ પાકશે હજી મોતી,

મોતી નિહિત તેજે દીપશે ગુર્જર ખુણા.


સાહિત્યની સફરમાં કરું છું સફર,

સાહિત્યજગે શિરોમણિ કવિવર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational