ગુણવંતી ભોમ
ગુણવંતી ભોમ
ગુણવંતી ભોમ અમારી ગુણવતી છે ભોમ
નમીને એને નામ અમે તો ગુણવતી છે ભોમ,
સ્મૃતિની મુલાકાત અમારી ગુણવંતી છે ભોમ
ધરીએ એના ધ્યાન અમે તો ગુણવતી છે ભોમ,
મોંઘેરા છે એના કામ અમારી ગુણવંતી છે ભોમ
આપે છે સંસ્કૃતિની વાત અમારી ગુણવંતી ભોમ,
મહેનતની મુલાકાત અમારી છે ગુણવંતી ભોમ
થાય મહેનતના કામ અમારી ગુણવંતી છે ભોમ,
દેશને આબાદ કરતી અમારી ગુણવંતી છે ભોમ
જીવનને સર્વત્ર આનંદ આપતી ગુણવંતી છે ભોમ.