ગુમાવી દીધું
ગુમાવી દીધું
શહેરના મોહમાં મારું ગામડું ગુમાવ્યું,
ચળકતા પથ્થરના મોહમાં અસલી હીરો ગુમાવ્યો,
કલરવ કરતી કોયલ ગુમાવી,
ચી ચી કરતી ચકલી ગુમાવી,
ઝાડ પરથી દોટ મ દોટ કરતી ખિસકોલી ગુમાવી,
સાગરની પાળ
ને આંબાની ડાળ ગુમાવી,
સંતા કૂકડી રમતા મિત્રો ગુમાવ્યા,
આ નદીનાં મીઠા જળ ગુમાવ્યા
આ ખેતરના અસલી પાક ગુમાવ્યા,
આ તહેવારોની મજા ગુમાવી,
આ સંબંધોની મીઠી સાકર ગુમાવી,
આ ખુલ્લી હવા ને ખુલ્લું આકાશ,
આ તાજી તાજી છાશ,
એની હવે ક્યાં છે આશ ?
ભોમિયો બની ખેડતા ડુંગર ગુમાવ્યા,
જીવનનો અસલી આનંદ ગુમાવ્યો,
પકડ દાવ ને સંતાકૂકડી રમતા,
તે શતરંજની રમત શીખી લીધી,
ઝાઝું મેળવવાની લ્હાયમાં,
અંતરનો ઉમંગ ગુમાવ્યો,
નવું નવું મેળવવાની હરીફાઈમાં,
તે પોતાની જાત ગુમાવી દીધી.