STORYMIRROR

Dr.Milind Tapodhan

Tragedy

4  

Dr.Milind Tapodhan

Tragedy

ગુલાબનો "પુસ્તક પ્રેમ"

ગુલાબનો "પુસ્તક પ્રેમ"

1 min
228

ગુલાબે બાંધ્યો સામાન, બદલ્યો પહેરવેશ,

કરી આખરી અલવિદા, છોડવાં લાગ્યું દેશ..


પૂછ્યું મેં, અરે શું પડ્યું દુઃખ, કઈ થઇ વ્યથા?

તારા વિના કઈ રીતે લખાશે પ્રેમીઓની પરીકથા..


લોકોએ કાઢ્યાં છે પુસ્તકને ઘરની બહાર,

તોડ્યું છે મારું ઘર, કર્યા છે તેના પર પ્રહાર..


હવે હું દળદાર પુસ્તકમાં સચવાતું નથી,

હું અનાયાસે કોઈ પૃષ્ઠમાં શોધાતું નથી..


પુસ્તકમાં શુષ્ક થઈને પણ રહેતું હું અમર,

અને હવે હું પુસ્તકની સાથે વંચાતું નથી..


શોધી લો કોઈ બીજું ફૂલ કે બીજો વિકલ્પ,

હવે મારાથી આ પ્રેમનું કામ ભજવાતું નથી..


હવે મારાથી આ પ્રેમનું કામ ભજવાતું નથી..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy