ગુજરાતીની ઓળખ
ગુજરાતીની ઓળખ
દેશ જોયા વિદેશ જોયા,
મારા ગુજરાતની તોલે નહીં,
જે ભૂમિ પર ગાંધી થયા,
સરદાર વલ્લભભાઈ થયા,
નરસિંહ થયા જે લોક દિલમાં છાઈ ગયા,
એ મારું ગુજરાત.
પૈસાથી વાત થાય પૈસાની ,
લોકોના મુખે ધીરુભાઇ,
કરસન ભાઈ નું નામ,
એ મારું ગુજરાત.
આઝાદીના સમણાં સાચા કરનાર,
ગાંધીજી ને કેમ વિસરાય,
પૈસાની નોટોમાં જીવંત,
એ મારા ગુજરાતી,
એ મારું ગુજરાત.
દિલ્લીની ગાદી એ બિરાજી,
વિશ્વમાં ડંકો વગાડી,
દુશ્મન દેશને ઝુકાવી,
રસ્તા પર કરનાર,
એ નરેન્દ્ર મોદી દાદા,
એ મારું ગુજરાત.
રાણીની વાવ, મોઢેરા સુર્ય મંદિર,
સીદી સૈયદની જાળી, રુદ્ર મહાલય,
વિદેશી ઓને ખેંચી લાવે,
એ મારું ગુજરાત.
પટોળા, બાંધણી જેને પહેરીને,
લોકો વાહ વાહી કરાવી દે,
એ મારું ગુજરાત.
પીઝા, બર્ગર, નૂડલ્સ ખાધા ભલે,
લાડવા, રોટલા ચટણી,ઓળો,દહીં વધાર,
જે ખાણું તમને પૂર્વજોના સમયમાં લઈ જાય
એ મારું ગુજરાત.