STORYMIRROR

Nirav Rajani "शाद"

Inspirational

4  

Nirav Rajani "शाद"

Inspirational

ગુજરાત

ગુજરાત

1 min
22.8K

જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા મહેકે ગુજરાત,

ડાળ-ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત.


નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપીનું ગુજરાત,

કાવ્યરસમાં જો સદાયે કેવું બહેકે ગુજરાત.


સરદાર ને ગાંધીનું તો છે આ મોદીનું ગુજરાત,

બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત.


હોળીએ હેલે ચડતું તો નોરતાંમાં ગરબે ઘુમતું ગુજરાત,

મા અંબેના ગગનચુંબી નાદથી જો લહેકે ગુજરાત.


ક્યાંક જયશ્રી કૃષ્ણ તો ક્યાંક જય જલારામથી,

શરુઆત કરતું ગુજરાત,

પરોઢિયે ડાકોર, દ્વારકા ને વીરપુરમાં ગહેકે ગુજરાત.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational