STORYMIRROR

Deepa rajpara

Inspirational

4  

Deepa rajpara

Inspirational

ગતિ કર, પ્રગતિ કર

ગતિ કર, પ્રગતિ કર

1 min
395

પ્રત્યેક ક્ષણ જીવનની એક નવી શરૂઆત છે,

નક્કી થશે મંજિલ, કર્મની કેવી રજુઆત છે.


જે મળ્યું જે ક્ષણે, નિષ્ઠાથી નિભાવી જાણ,

સ્વપ્ન થશે સાચું, કર્મફળથી તું અજાણ છે.


રથી પણ તું અને સારથી પણ તું, યાત્રાનો,

થા મહારથનો મહારથી તુજમાં મ્હારત છે.


કાર્ય કોઈ નાનું નથી આ તું સમજી જ લેજે,

તુજ કર્મભૂમિ સંઘર્ષનું નહિ ખેલનું મેદાન છે.


કરવું હતું કંઈક, થયાં કંઈક, ફરિયાદ ન કર,

બુદ્ધિથી પરે વિચારવું એ કુદરતની કરામત છે.


નામ થશે જ એકદિન જગતમાં, ધીરજ ધર,

શરૂઆત હો શૂન્ય, અંત તો અનંતમાં જ છે.


કર્મની ગતિ અને સમયની ગતિ પિછાણી લે,

'દીપાવલી' ગતિ મિલાવ, સિદ્ધિ કદમોમાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational