ગરીબાઈ
ગરીબાઈ


ગરીબી નથી શ્રાપ કે આશીર્વાદ,
એ તો છે પરિસ્થિતિ તે નિર્વિવાદ,
ધન ધાન્ય નહિ હોય તો આવશે,
પરિશ્રમ જરૂરથી એ બધું લાવશે,
ગરીબ હોવાનો છે થોડો ફાયદો,
સહકાર ગરીબીનો પાકો કાયદો,
નિર્ધનને ઘણી વસ્તુ વિના ચાલે,
ધનવાન કાઇંક હોય તો જ મ્હાલે,
રાંક ઘરમાં રોજ વંહેચીને છે ખાય,
ધનિક કોઈને કૈંક વેંચીને જ જાય,
ધન ધાન્ય નહિ હોય તો આવશે,
સ્વપ્ન જુવો પછી પરિશ્રમ ફાવશે,
ગરીબી નથી શ્રાપ કે આશીર્વાદ,
જરૂર ધરો ધીરજ ને કરો સંવાદ,
ઉઠો જાગો ને માંડો કામ કરવા,
જુઓને ગરીબી બેઠી છે મરવા,
ગરીબને નથી કાઈં ગુમાવવાનું,
ફક્ત પરિશ્રમ શસ્ત્ર ઘુમાવવાનું,
ગરીબમાં છે અમાપ સંઘર્ષ શક્તિ,
નીતિ અને પરિશ્રમ એ જ ભક્તિ,
ગરીબ જ દૂર કરી શકે ગરીબાઈ,
ગમે તેવી હોય ગરીબીની લંબાઈ.