ગૃહલક્ષ્મી
ગૃહલક્ષ્મી
દીકરી તો આંગણામાં તુલસીનો ક્યારો,
એ તુલસીની રોજ તમે પૂજા કરજો,
દીકરી તો ઉંબરામાં પૂજાતી લક્ષ્મી,
એ લક્ષ્મીનું પ્રેમથી તમે જતન કરજો,
દીકરી તો ઘરમાં ગુંજતી કિલકારી,
ગુંજતા કલરવને વ્હાલથી સજાવજો,
દીકરી તો ફળિયામાં ખીલતું ગુલાબ,
ખીલતા ગુલાબને તમે પ્રેમથી નિહાળજો,
દીકરી તો પપ્પાના વ્હાલનો દરિયો,
વ્હાલના દરિયાને તમે સ્નેહથી સિંચજો,
દીકરી તો એના વ્હાલમની પ્રિયતમા,
વ્હાલમની પ્રિયતમાને ખુશીથી આવકારજો,
દીકરી જ આવી છે આંગણે ગૃહલક્ષ્મી રૂપે,
એ ગૃહલક્ષ્મીનું તમે સન્માન જાળવજો,
ગૃહલક્ષ્મી જ છે આંગણાનો ઝળહળતો દીવો,
ઝળહળતો દીવો બે બે ઘરને અજવાળતો,
દીકરી જ ગૃહલક્ષ્મી રૂપે કુળને અજવાળતી,
એના આત્મસન્માનને ઠેસ ના પહોંચાડજો.
