STORYMIRROR

Kalpesh Vyas

Classics Fantasy

0  

Kalpesh Vyas

Classics Fantasy

ગરબે રમે ગોપીઓ

ગરબે રમે ગોપીઓ

1 min
755


ગરબે રમે ગોપીઓ, કાના સંગે ગોપીઓ

ઢોલિડાનાં તાલે ગોળ ઘુમતી જાય,

તાલ સાથે તાળીઓ વગાડતી જાય,

ગરબે રમે ગોપીઓ, કાના સંગે ગોપીઓ,


શરણાઈનાં સુર સંભળાતા જાય,

ઢોલક પણ ઢમ ઢમ વાગતા જાય,

સુર અને તાલ પણ મળતા જાય,

મોહક સંગિત સંભળાતું જાય,

ગરબે રમે.......


ઝાંઝરના ઝણકાર કરતી જાય,

કાનુડાની ભક્તિમાં ફરતી જાય,

ચાર ડગલા આગળ ફરતી જાય,

બે ડગલા પાછળ ફરતી જાય,

ગરબે રમે......


રાધાજી સુરમાં ગીત ગાતી જાય,

ગોપીઓ કોરસમાં ગાતી જાય,

ગરબાની રમઝટ વધારતી જાય,

ગરબાની શાન પણ વધારતી જાય,

ગરબે રમે .....


કાનો આવી વચ્ચે ઉભો રહી જાય,

મધુર વાંસળી વગાડતો જાય,

રાધાને એ મંત્રમુગ્ધ કરતો જાય,

ગોપીઓને પ્રભાવિત કરતો જાય,

ગરબે રમે .....


કાનો પોતે લીલા કરતો જાય,

દરેક ગોપીની સાથે દેખાતો જાય,

ગરબે એ સાથે રમતો જાય,

બધાને મનમાં ગમતો જાય,

ગરબે રમે.....




Rate this content
Log in

Similar gujarati poem from Classics