ગમતું નથી
ગમતું નથી
શું તને મારા વિના ગમતું નથી ?
કે મને તારા વિના ગમતું નથી ?
પ્રશ્ન એ ઊઠ્યો હૃદયનાં ભાવમાં,
કેમ સથવારા વિના ગમતું નથી ?
ભાન રહ્યું ના જો હરિ ખુદનું હવે,
ભક્તને તારા વિના ગમતું નથી,
બાળ વલખા મારતું મમતા વિના,
હૂંફની ધારા વિના ગમતું નથી,
શોધતાં સારાંશ જીવનનો કહું,
સાથને પ્યારા વિના ગમતું નથી.
