STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

ગમન

ગમન

1 min
404

ક્યાંથી આગમન થયું ક્યાં ગમન થવાનું !

બસ જીવન સુવાસ ભર્યું જીવી જવાનું.


વાણી - વર્તન ને સદાએ રાખવું મજાનું,

નાના - મોટા લોકોનું માન જાળવવાનું.


ન, થાય અપમાન ધ્યાન સદા રાખવાનું,

પૂજા - પાઠ હરિનામનું સ્મરણ કરવાનું.


બસ જીવન સારૂ અને સુખી જીવવાનું,

પ્રભુ તણા પૂતળા રમાડે તેમ રમવાનું.


જશે વસંતના વાયરા પાનખરે ખરવાનું,

માટે સત્કર્મ આપણી સાથે આવવાનું.


સજીવ ત્યાં સુધી તારે સૌને મળવાનું,

નાશવંત થયા પછી ક્યાં તારે નડવાનું.


એકલા આવ્યા એકલા થશે જવાનું,

કવિ તારે ચિતાની શય્યાએ પોઢવાનું.


અંતિમ સંસ્કારે રાખ બનીને ઉડવાનું,

પછી ક્યાં થશે તારે કવિતા કરવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational