ગમે છે એ
ગમે છે એ
ગમે છે એ જે ગમાડી ના શકાય,
મળે છે એ જે મેળવી ના શકાય,
જડે છે ને જે જીવાડી ના શકાય,
રમે છે એ જે રાજી ના રખાય,
વધે છે એ જે વાપરી ના શકાય,
આવે છે એ જે આવરી ના શકાય,
નમે છે એ જે નક્કી ના કહેવાય
પામે છે એ જે પોતાના ના કહેવાય,
આપે છે એ જે આપણાં ના કહેવાય
સાચવે છે એ જે સાચા ના મનાય,
જીવન છે એ જેને જાણી ના શકાય,
માનવ છે એ જેને માની ના શકાય.

